Happy Friendship day 2023
- Chintan Shah
- Aug 6, 2023
- 1 min read

આજ સવારે કોરા કાગળ પર દોરવા બેઠો જીવન નું ચિત્ર એટલું અધૂરું લાગ્યું જ્યાં સુધી રંગ પુરવા ના આવ્યા કોઈ મિત્ર.
બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ , જીવન નો કોઈપણ હોય અધ્યાય દરેક પગલે મુજ જીવનમાં આનંદ નો જાણે મારા મિત્રો બન્યા પર્યાય
માટી માં રમ્યા પછી સ્કૂલ ની બહાર ખાતા ખાટી કેરી અને આંબોળિયા જયારે બાળપણ યાદ કરું તો દેખાય ઝાંખા ચહેરા, આવે આંખે ઝળઝળિયાં
તડકો -છાંયો આવ્યા કરે અને સુખ દુઃખ માં જીવન બદલે એનું રૂપ માત્ર, મિત્રોના ચહેરા બદલાયા છે, પણ નથી બદલ્યું મિત્રતાનું સ્વરૂપ
યાદો ના સરવાળા, આંસુ ની બાદબાકી કરી ને મૈત્રી ને શોભાવ્યું ખુશીઓના ગુણાકાર અને દુઃખ ના ભાગાકાર નું ગણિત નિભાવ્યું
એક દિવસ જયારે તમારા માટે પરિવારના સભ્યો પણ હશે વ્યસ્ત જીવનની એ સમી સાંજે હસવા માટે મિત્રો જ હશે એકદમ મસ્ત
મારુ માનો તો, પતિ-પત્ની માં પણ મિત્રો જેવી લાગણી રાખો બાળક સોળ વર્ષનું થાય તો પણ તેને મિત્રની જેમ નજીક રાખો.
મિત્રતા ના મ્યુચ્યુઅલ ફંડ માં કદીય SIP ના કરશો બંધ ઇક્વિટી થી પણ બમણું રીટર્ન આપશે એવો છે આ સંબંધ
મારા જન્મ થી અત્યાર સુધી ના તમામ મિત્રો ને આજના દિવસે અર્પણ
મિત્રતા દિવસ – ગઈકાલે – આજે અને સદાકાળ
-ચિંતન



Comments