top of page

માનવ જીવન ની હકીકત  - A poem

  • Writer: Chintan Shah
    Chintan Shah
  • Feb 14, 2021
  • 1 min read

Updated: Aug 11, 2023


ree

માનવ જીવન ની હકીકત 


ક્ષણે ક્ષણે સપનાઓ જોતો માનવી આશા ઓ નો રાખે હિસાબ. 

ઈશ્વર ના મંદિર માં રિશ્વત મૂકી ને કામ ના થાય તો માંગે જવાબ. 


સાથે લીધેલી સેલ્ફી સ્ટેટસ પર મૂકી ને લાગણીઓનો કરે દેખાડો.

સંબંધના ખાતા માં વ્યાજ વગર જમા કરવાની આદત તો કોઈ પાડો.


વેપાર નો વેપલો અને કામ ના કુથલામાં ગૂંચવાયેલા સૌ આપણે.

પોતાના માટે જો સમય ના નીકળે તો પૈસા ને બાંધીશુ સાજ-ખાપણે ?


મારું – તારું અલગ કરી ને સંબંધો ને સ્વાર્થ ના ત્રાજવે તોલે. 

એક બીજાની પીઠ પાછળ વાંકુ બોલે પણ સામે મીઠું મીઠું બોલે. 


નિર્જીવ તસવીરોને એડિટ કરી જીવંત અને રંગીન લાગે એમ સજાવે.

એમ ફિલ્ટર લગાવેલી તસવીરો થી સંબંધ માં શું જાન આવે ?


દુનિયા ની આ છળ-હકીકત  દેખીતી “ચિંતન” ને બહુ પજવે  

સૌ કોઈ જાણે આ છે સાચું છતાંય નાટક ની જેમ જીવન ભજવે.



Comments


© 2023 by Chintan Shah. Powered and secured by Wix

bottom of page