કેટલાક લોકો... માત્ર લોકો નથી હોતા
- Chintan Shah
- 2 days ago
- 3 min read

આજે Friendship Day છે.
ઇન્સ્ટાગ્રામ પર હજારો પોસ્ટ્સ આવશે.
*"Friends Forever..."*
*"Best Buddy..."*
*"Partners in Crime..."*
બધું સાચું હશે. પણ આજે મારે મિત્રતા વિશે કંઈ લખવું નથી.
મારે તો માત્ર એક વિચાર શેર કરવો છે...
જીવનની સૌથી વિચિત્ર ઘટના કઈ હશે?
કદાચ એ...
કે એક દિવસ એક સંપૂર્ણ અજાણ્યો માણસ, કોઈ announcement વગર, કોઈ ceremony વગર... તમારી Life Storyનો permanent character બની જાય.
વિચાર આવે છે...
આખરે આવું બને કેવી રીતે?
કોઈ blood relation નહીં.
કોઈ legal commitment નહીં.
કોઈ obligation નહીં.
છતાં પણ... એક દિવસ તમે ખુશ હો કે દુઃખી...
કોઈ એક વ્યક્તિને કહ્યા વગર દિવસ પૂરો થતો નથી.
આ સંબંધને આપણે "મિત્રતા" કહીએ છીએ.
પણ કદાચ...
આ શબ્દ એની ઊંડાઈ સમજાવવા માટે થોડો નાનો છે.
નાના હતા ને ત્યારે અમે સાથે સમય પસાર કરતા , એટલે મિત્રો બનતા.
પછી ઉંમર વધી.
કામ વધ્યું.
જવાબદારીઓ વધી.
Calendar ભરાતું ગયું.
અને એક દિવસ સમજાયું...
પહેલા આપણે સમય હતો એટલે મિત્રો સાથે હતા અને...
હવે આપણે મિત્રો છીએ એટલે સમય કાઢીએ છીએ.
કેટલું બધું બદલાઈ ગયું...
માત્ર આ એક સંબંધ બદલાયો નહીં.
મને હંમેશાં એક વાત અદભુત લાગે છે.
Friends આપણા problems solve નથી કરતા.
ઘણી વખત એમની પાસે પણ કોઈ solution નથી હોતું.
છતાં...
એક cup of chai...
થોડી random વાતો...
ક્યારેક થોડી ક્ષણો કાંઈજ બોલ્યા વગર બેસી રહેવાનું....
અને પાછા ફરતી વખતે લાગે કે...
Problem તો એ જ છે. પણ મારા મન માં પહેલો જેવો ભાર નથી.
કદાચ...
કેટલાક લોકો સમસ્યાઓ સોલ્વ નથી કરતા...પણ આપણું મન ફરીથી Balance - Refresh કરી દેતા હોય છે.
એક સમય પછી સમજાય છે...
દરેક માણસને audience જોઈએ જ એવું નથી.
દરેક માણસને advice પણ જોઈએ જ એવું નથી.
દરેક માણસને માત્ર એક Safe Space જોઈએ છે.
એવી જગ્યા...
જ્યાં કંઈ explain ન કરવું પડે.
જ્યાં strong બનવાની acting ન કરવી પડે.
જ્યાં silence પણ conversation બની જાય.
કદાચ...
એનું નામ મિત્રતા હશે.
આપણે હજારો photographs સાચવીએ છીએ કારણ કે moments પાછા આવતાં નથી.
પણ કદાચ...
Friends એટલે walking photographs.
આપણાં જીવનનાં એવા chapters...
જે એમની યાદોમાં આજે પણ જીવંત છે.
તેમને હજુ પણ યાદ હશે...આપણું પહેલું stupid decision.
પહેલું મોટું સપનું.
પહેલી નિષ્ફળતા.
અને કદાચ...
આપણું એ version પણ એમને યાદ હશે...
જેને આપણે પોતે જ ભૂલી ગયા છીએ.
કેટલી અજબ વાત છે ને?
ક્યારેક... આપણા વિશેની સૌથી સુંદર યાદો...
આપણી પાસે નહીં, આપણા મિત્રોની પાસે હોય છે.
વર્ષો પછી...
મળવાનું ઓછું થાય છે.
WhatsApp પર વાતો પણ ઓછી થાય છે.
ક્યારેક માત્ર Birthday wishes.
ક્યારેક એ પણ નહીં.
પણ સાચી મિત્રતા...
Notifications પર જીવતી નથી.
એ Presence પર પણ જીવતી નથી.
એ તો એક અજાણી certainty પર જીવતી હોય છે...
કે...
"જો ક્યારેય જરૂર પડશે,
તો આ માણસ ચોક્કસ આવશે."
અને ઘણી વખત...
આ certainty જ પૂરતી હોય છે.
ઉંમર વધે છે ત્યારે સમજાય છે...
મિત્રો વધતા નથી.
પણ એમની કિંમત વધતી જાય છે.
કારણ કે હવે એવા લોકો બહુ ઓછા રહે છે,
જેમની સામે આપણે કંઈ બનવાનું નથી.
જેમની સામે આપણે માત્ર... "આપણે" હોઈ શકીએ.
અને કદાચ...
જીવનની સૌથી મોટી luxury એ જ છે.
મને હવે એવું લાગે છે... મિત્રો આપણા જીવનમાં કંઈ ઉમેરવા આવતા નથી.
એ લોકો તો... આપણામાંથી કંઈક ખોવાઈ ન જાય,
બસ એ જ ધ્યાન રાખે છે.
ક્યારેક આપણું smile .
ક્યારેક હિંમત.
ક્યારેક સપનાં.
અને ક્યારેક..,આપણે જ આપણામાં થી ખોવાઈ ના જઈએ એનું..
આજે Friendship Day છે.
કદાચ આજે મિત્રોને "Happy Friendship Day" કહેવાનો દિવસ નથી.
કદાચ આજે માત્ર એટલું યાદ કરવાનો દિવસ છે...
કે જીવને આપણને જે અનેક versions આપ્યા...
એમાંથી થોડા versions આજે પણ જીવંત છે, આપણી પાસે નહિ. પણ એમની પાસે...
કારણ કે...
કોઈ મિત્ર હજુ પણ તેમને યાદ રાખે છે.



Comments