GULMOHAR – ગુલમ્હોર
- Chintan Shah
- Apr 17, 2020
- 1 min read

લોકડાઉન ની આજ બપોરે નજર જ્યાં નાખી મેં બહાર
એક ગુલમ્હોર ની સાથે બીજા વૃક્ષો જોયા ચાર
વરંડા માં હિંચકે બેઠા બેઠા આવ્યો મને વિચાર
આજ ગુલમ્હોર ની સામે જોવા ની કરી નથી દરકાર
હું તો અહીં આજ–કાલ આવ્યો ગુલમ્હોર છે જૂનો
કેટલાય વર્ષો થી એ તો અહીં જ ઉભો છે સુનો
પીળા પુષ્પો થી મઢાઈ ગયો છે જાણે મઢ્યું છે સોનુ
કંઈ કેટલીયે વાર એવું થયું હશે પણ ધ્યાન ના ગયું કોઈ નું
બળબળતા તાપ માં એ તો એની મસ્તી માં જ ઝૂમે
થોડા થોડા પુષ્પો નીચે પડી ને રસ્તા ઓ ને ચૂમે
કેટલાયને આ બળતા તાપ માં એણે આપ્યો હશે છાંયો
એના માટે તો કોઈ નથી પોતાનો કે પછી પરાયો
આપણે સ્વાર્થી માનવ જાત તો પૃથ્વી નું ધ્યાન રાખીએ થોડું
લોકડાઉન આપણ ને શીખવે છે હજુ નથી થયું મોડું



Comments