top of page

લોક ડાઉન – મળે ન મળે

  • Writer: Chintan Shah
    Chintan Shah
  • Apr 15, 2020
  • 1 min read

Updated: Aug 11, 2023



સમય ની શેહ માં અટકેલું નગર મળે ન મળે

ફરી આ લોક ડાઉન નો અનુભવ મળે ન મળે.


ભરી લો શ્વાસ માં આ ચોખ્ખી હવાઓ નો સ્વાદ

ફરી આ શુદ્ધ ઓક્સિજન વાળી હવા મળે ન મળે.


કુટુંબ સાથે બંધ દીવાલો માં માણી લો મજા ના મોકા

પછી આવું પૈસા ચૂકવ્યા વગર નું વેકેશન મળે ન મળે.


સવાર થી સાંજ સુધી કાન ને મહેકાવતો પક્ષી ઓ નો કલરવ

લોક ડાઉન ખુલી ગયા પછી એ ટહુકા ઓ મળે ન મળે.


સુમસામ રસ્તા ઓ અને ગલીઓ માં સેવાભાવી માસ્ક ધારી

પછી એ જ રસ્તાઓ ની ભીડ માં સાચા માનવ મળે ન મળે.


ઘર ખરીદયા ત્યારે સ્ક્વેર ફૂટ નો સાચો અંદાજ ના હતો

એ જ ઘર ના સાફ સફાઈ માં મળેલા અજાણ્યા ખૂણા મળે ન મળે.


બંધ રેસ્ટોરન્ટ અને ખાઉ ગલીઓ, પાણી પુરી ના ખુમચા

જાતે બનાવી ને ખાધેલી ખીચડી ની મીઠાશ મળે ન મળે.


જે સરકાર, પોલીસ અને ડોક્ટરો ને માટે કટાક્ષ કરતા સહુ

એમના માટે દિલ થી દુઆ આપવા ના શબ્દો મળે ન મળે.


મંદિર, મસ્જિદ અને ઈશ્વર, પયગંબર ની બહુ ઈબાદત કરી

આ જીવતા જાગતા ઈશ્વરો ની ઈબાદત નો મોકો મળે ન મળે.


વાઇરસ અને બેક્ટેરિયા તો કેટલાય આવી ને ગયા

ફરી આ કોરોના રૂપી ઈશ્વરીય પરચો મળે ન મળે.


‘ચિંતન‘ ની આ રચના છે શ્રી ‘આદીલ‘ ને સમર્પિત

બાકી પ્રેરણા આપવા માટે ‘આદીલ‘ થી ઉપર કોઈ મળે ન મળે.






Comments


© 2023 by Chintan Shah. Powered and secured by Wix

bottom of page